તમારા સ્માર્ટફોનને કૉમ્પ્યુટર બનાવો
- USB OTG સપોર્ટ દ્વારા તમે સ્માર્ટફોનમાંથી તસવીરો, વીડિયો વગેરે ડેટા ટ્રાન્સફર કરી શકશો
- એક્સટર્નલ હાર્ડ ડિસ્ક ડાયરેક્ટ મોબાઇલ સાથે કનેક્ટ કરી શકશો
USB OTG એક એવું ટૂલ છે જે તમારી રોજીંદી જીંદગીનો મહત્વનો ભાગ બની શકે છે. તમારી પાસે ચોક્કસપણે સ્માર્ટફોન હશે જ અને જો છે તો મેમરીની સમસ્યાથી તમે પરેશાન હશો જ. તમારી પાસે બે વિકલ્પ છે. પહેલો વિકલ્પ ફાઇલ ડીલિટ કરી લો અથવા તો મેમરી કાર્ડમાં ડેટા ટ્રાન્સફર કરી લો. પરંતુ એક એવો વિકલ્પ તમારી પાસે છે જેને તમે પ્રાથમિકતા આપશો.
USB OTG ડિવાઇસ દ્વારા તમે તમારા સ્માર્ટફોનમાંથી ફોટોઝ, વીડિયો અને સોન્ગસ સહિત તમામ ડેટા સરળતાથી ટ્રાન્સફર કરી શકો છો.
શું છે USB OTG ?
યુએસબી ઓટીજી એટલે કે યુએસબી ઑન ધ ગો- આ એક સ્ટાન્ડર્ડ કેબલ છે જેના મારફતે સ્માર્ટફોનને બીજા ડિવાઇસ સાથે કનેક્ટ કરી શકાય છે. સામાન્ય રીતે તમે મોબાઇલને કૉમ્પ્યૂટર સાથે કનેક્ટ કરતા હશો, પરંતુ યુએસબી ઓટીજી દ્વારા કોઇ પણ ડિવાઇસને તમારા સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી શકો છો. આટલું જ નહીં, તમે આ કેબલ મારફતે તમે સ્માર્ટફોનમાં કીબોર્ડ, મ્યૂઝિકલ ઇન્સ્ટ્રૂમેન્ટ અથવા સ્ટોરેજ પણ કનેક્ટ કરી શકો છો.
શું તમારા સ્માર્ટફોનમાં USB OTG સપોર્ટની સુવિધા છે?
મોટાભાગના સ્માર્ટફોનમાં USB OTG સપોર્ટ સિસ્ટમ આપવામાં આવે છે. ડિવાઇસના પેકિંગ પર પણ તેની જાણકારી આપવામાં આવે છે. જો તમને તેના વિશે કોઇ જાણકારી નથી તો ઇન્ટરનેટ પર પોતાના સ્માર્ટફોન વિશે જાણકારી મેળવી શકો છો. જો OTG સપોર્ટ હશે તો ફિચરમાં કનેક્ટિવિટી જોવા મળશે.
USB OTGનો પ્રોફેશનલી કેવી રીતે ઉપયોગમાં લેશો.
તમારો સ્માર્ટફોન ઓટીજી સપોર્ટ કરે છે તો હવે એક ઓટીડી કેબલની જરૂર પડશે જે તમે ઇ-કૉમર્સ અથવા દુકાનમાંથી મેળવી શકશો. ઓટીડી કેબલ માત્ર 60 રૂપિયામાં ઉપલબ્ધ હોય છે.
મોબાઇલથી કીબોર્ડ અથવા માઉસ પણ કનેક્ટ કરી શકો છો
વર્તમાન સમયમાં યુએસબીવાળા માઉસ અને કિબોર્ડ બજારમાં ઉપલબ્ધ છે. સ્માર્ટફોનમાં ઓટીજી કેબલ લગાવો અને કેબલમાં આપવામાં આવેલા પોર્ટમાં માઉસ અથવા કિબોર્ડ ને કનેક્ટ કરી શકો છો. જો કે તેમાં મર્યાદા છે તો પણ તમે તેનો ઉપયોગ કરી શકશો. આ ઉપરાંત માઉસ કનેક્ટ કરીને તમે કર્સર વાપરી શકો છો. પ્લગ કરતા જ તમને કર્સર જોવા મળશે જેને માઉસ મારફતે કંટ્રોલ કરી શકાય છે.
એક્સટર્નલ હાર્ડ ડિસ્ક ડાયરેક્ટ મોબાઇલ સાથે કનેક્ટ કરો
સામાન્ય રીતે તમે પહેલા એક્સટર્નલ હાર્ડ ડિસ્કને કૉમ્પ્યૂટર સાથે કનેક્ટ કરો છો અને ત્યારબાદ મોબાઇલનો ડેટા તેમાં સ્ટોર કરો છો. અથવા હાર્ડ ડિસ્કમાંથી મોબાઇલમાં ટ્રાન્સફર કરો છો. પરંતુ ઓટીજી કેબલ મારફતે તમે ડાયરેક્ટ એક્સટર્નલ હાર્ડ ડિસ્કને મોબાઇલ સાથે કનેક્ટ કરીને તસવીરો, વીડિયો અને મ્યુઝિક ડેટા ટ્રાન્સફર કરી શકો છો.
સ્માર્ટફોન સાથે કનેક્ટ કરો ગેમ કંટ્રોલર
સ્માર્ટફોનમાં ગેમ રમવાના શોખીન લોકો પણ ગેમપેડ કનેક્ટ કરીને ગેમની મજા માણી શકે છે. Xbox 360 ના વાયર્ડ કંટ્રોલરને યુએસબી ઓટીજી મારફતે કનેક્ટ કરીને તમે પ્લે સ્ટેશન અને કૉમ્પ્યુટરની જેમ ગેમ પણ રમી શકો છો.

No comments:
Post a Comment