Powered By Blogger

Sunday, 2 October 2016

                             
iphone shortcut

  https://dipenparmar28.blogspot.in/?m=1

       
Title:- "iPhone વાપરો છો તો આ છે તેના શોર્ટકટ"શું તમે એપલનો iPhone વાપરો છો, હોઇ શકે કે તમને iPhoneના કેટલાય ફિચર્સ વિશે જાણ ના પણ હોય, iPhoneમાં ટાઇપિંગથી જોડાયેલા કેટલાક ફિચર્સ વિશે દરેક યૂઝર્સ નથી જાણતા હોતા. આવા સમયે તમને બતાવી રહ્યું છે એવી મેસેજ અને ટાઇપિંગથી જોડાયેલી એવી 10 ટિપ્સ વિશે તમારું કામ આસાન બનાવી દેશે.                                                          
ટિપ્સ નંબર- 1
ડૉટ (.)નો ઉપયોગ



મેસેજ ટાઇપિંગ વખતે ડૉટનો ઉપયોગ, ટાઇપિંગ દરમિયાન કોઇ યૂઝર્સ વેબસાઇટ ટાઇપ કરતો હોય ત્યારે તેની પાછળના એક્સટેન્શન .com, .net, .org જેવા શબ્દો લાવવા માટે ડૉટ (.)ને વધુવાર પ્રેસ કરી રાખવા. તેનાથી પાછળનું એક્સટેન્શન આવી જશે.
ટિપ્સ નંબર- 2
ડિગ્રી (º)નો ઉપયોગ
 

મેસેજમાં જ્યારે તમારે ડિગ્રીનો ઉપયોગ કરવો હોય તો ઝીરો (0)ને દબાવીને રાખવું, ત્યારે ઝીરોની સાથે ડિગ્રી (º)નો ઓપ્શન પણ દેખાશે.
ટિપ્સ નંબર- 3
આલ્ફાબેટ (ABC) થી નંબર (123)
 


ટાઇપિંગ દરમિયાન યૂઝર્સને આલ્ફાબેટ અને નંબર બન્નેનો ઉપયોગ કરવો હયો તો યૂઝરને આલ્ફાબેટથી નંબર પર જવું હોય તો, કીબોર્ડમાં નીચેની બાજુએ '123' બટન દબાવવું. ઠીક આ રીતે જ્યારે નંબર પરથી આલ્ફાબેટથી તરફ જવું હોય તો 'ABC' બટનને દબાવવું.
ટિપ્સ નંબર- 4
કેપિટલ લેટર્સ માટે
 


યૂઝર્સને સતત કેપિટલ લેટર્સ જેમ કે ABCDEF....XYZનો ઉપયોગ કરવાનો હોય, ત્યારે કીબોર્ડ પર '123' બટન દેખાય તેને દબાવવું, આને બે વાર ક્લીક કરવાથી નીચે એક લાઇન આવી જશે. હવે યૂઝર્સ કન્ટીન્યૂ કેપિટલ લેટર્સમાં ટાઇપ કરી શકે છે.
ટિપ્સ નંબર -5
ફૂલસ્ટોપ (.)નો ઉપયોગ

   

ટાઇપિંગ દરમિયાન કોઇ વાક્ય પુર થાય ત્યારે ફૂલસ્ટોપ લગાવવા માટે સરલ ટિપ્સ છે સ્પેસ બાર કી (Key) બે વાર દબાવો. આવું કરવાથી વાક્યની પાછળ ફૂલસ્ટોપ આવી જશે.
ટિપ્સ નંબર -6
યોગ્ય શબ્દની પસંદગી
   


જે યૂઝર્સની અંગ્રેજી સારી નથી કે ટાઇપિંગમાં ભૂલ આવે છે તેના માટે શબ્દની પસંદગી કરવી યોગ્ય છે. શબ્દની નીચે કેટલાક ઓપ્શન આવે છે જેવા કે well ટાઇપ કરવું હોય તો નીચે wel લખશો, નીચે well અથવા બીજા ઓપ્શન દેખાશે. આ રીતે યૂઝર્સ પોતાની ભૂલોને સુધારી શકે છે.
ટિપ્સ નંબર- 7
ટાઇપિંગને ભૂસવું (Undo)



જો તમે ટાઇપિંગ કરતા હોય અને તમને બીજો મેસેજ લખવાનું મન થાય તો જુના મેસેજને ભૂસવા માટે કાંઇ કરવાની જરૂર નથી, પરંતુ ફક્ત તમારા આઇફોનને હેન્ડશેક કરો, આમ કરવાથી અનડુ (undo)નું ઓપ્શન આવશે જેનાથી તમે મેસેજ ભૂસી શકો છો.
ટિપ્સ નંબર- 8
સાદા સાયન્ટિફિક કેલક્યુલેટર

   

જો યૂઝર્સને સાયન્ટિફિક કેલક્યુલેટરનું કામ હોય તો યૂઝર્સ તેના આઇફોનને કેલક્યુલેટરમાં બદલી શકે છે. આના માટે પહેલા સાદું કેલક્યુલેટર ઓપન કરો. બાદમાં સ્ક્રીનની ટોપ રાઇટ પર ક્લીક કરીને સાયન્ટિફિક કેલક્યુલેટરમાં બદલી દો. જેમકે ફોટામાં દેખાડ્યું છે.
ટિપ્સ નંબર- 9
મલ્ટી પિક્ચર શૂટ માટે

   

કેટલીકવાર એવું બને છે કે યૂઝર્સને કોઇ ઓબજેક્ટની જલ્દીથી ઘણીબધી ઇમેજીસ લેવી પડે છે. એટલે કે એક-એક ઇમેજથી કામ નથી ચાલતું. જો આવું ત્યારે યૂઝર્સે કેપ્ચર બટન પર પ્રેસ કરેલું રાખવું જેથી કેટલીય ઇમેજીસ એક સાથે શૂટ થઇ જશે.                                                                  



Shared By:- https://m.facebook.com/DGParmar